Translater

Gujarati Jokesh

એકવાર શંભુ તેની સાસરીમાં બધાને મળવા ગયો..... . . સાસુમાએ બહુ સ્વાગત કરી સોફા પર બેસવા ગયું પણ શંભુ જમીન પર બેસી ગયો.... . . સાસુ: ઘરમાં આટલા સરસ સોફા છે તો જમીન પર કેમ બેઠા છો જમાઇરાજ? . . શંભુ: સોફા પર તો ગરીબ માણસો બેસે સાસુમા.... . . સાસુ: એટલે? . . શંભુ: આ સોફા તો 25 હજારમાં મળી જાય પણ જમીનના એક પ્લોટની કિંમત 25 લાખ થાય......
----------------------------------------------------------------------------------------------
સુનિતાના પતિનું મૃત્યુ થતાં તે વીમા કંપનીવાળા પસે વીમાનાં નાણાં લેવા ગઈ... . . સુનિતા (મેનેજરને): સાહેબ, મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું છે, મને વીમાના પૈસા અપાવોને.. . . મેનેજર: સાંભળીને બહુ દુ:ખ થયું મેડમ.... . . સુનિતા: તે થાય જ ને... બધા પુરૂષો સરખા જ હોય છે. . . ક્યાંય પણ સ્ત્રીઓને ચાર પૈસા મળવાના હોય એટલે સૌથી વધુ તકલીફ તેમને 
------------------------------------------------------------------------------------------------
સુરેશ: સાલુ, આ પત્નીઓ પતિઓની જન્મજાત જ દુશ્મન હોય છે તો પણ બંન્નેનાં લગ્ન શું કામ થાય છે એ જ નથી સમજાતું.. . . મહેશ: બીજુ બધુ તો ઠીક પણ પત્નીઓ પતિઓની દુશ્મન કેવી રીતે થઈ યાર? . . સુરેશ: તો શું યાર, ઉનાળામાં મસ્ત સોફામાં બેઠા-બેઠા ટીવી જોતા હોઇએ ત્યાં કચરો વાળવા પંખો બંધ કરે . . અને . . શિયાળામાં ઠંડીમાં ઠુંઠવાતા હોઇએ ત્યાં પોતું સૂકવવા પંખો ચાલું કરી દે...... . . કયા જનમની દુશ્મની કાઢે છે એ જ નથી સમજાતું યાર.... --------------------------------------------------------------------------------------------------
સંગીતના સરે છાત્રથી પૂછયું 
કયાં તાલ વિશે વધારે જાણો છો 
છાત્ર - હડતાલ 
----------------------------------------------------------------------------------------------------------------------
 સોનુ : "પપ્પા, ૧૦ રૂપિયાની નોટ આપોને, બહાર એક ગરીબ છોકરો ઊભો છે, તેને આપવા છે." સોનુના પપ્પાએ બહાર આવીને પૂછયું, "ક્યાં છે છોકરો?"
સોનુ : "પેલો ઊભોને ત્યાં તડકામાં, છોકરાઓનાં ટોળાં વચ્ચે કુલ્ફીઓ વેચે છે તે."



સોનુ : "આપણને જોઈને કોઈ દરવાજો બંધ કરી દે તો શંુ કરવું જોઈએ?"
મોનુ : "ખબર નહીં તું જ કહે કે શું કરવું જોઈએ?"
સોનુ : "સહેલું છે યાર, દરવાજાની બંને બાજુ સ્ટોપર લાગેલી હોય છે, આપણે બહારથી બંધ કરીને ભાગી જવાનું."
------------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment