Translater

Thursday, 8 January 2015

Ahmedabad News

આવો, તકો તમારી રાહ જોઇ રહી છે: મોદીનું પ્રવાસી ભારતીયોને વતનની ધૂળ માથે ચડાવવા આમંત્રણ 

- મોદીના આગમન પહેલા જ હોલ ખીચોખીચ ભરાયો
- મોદીએ દાંડી કૂટિરનું ઉદઘાટન કર્યું, સંપૂર્ણ પ્રદર્શન નિહાળ્યું
- દાંડી કૂટિર ખાતે નીતિન પટેલ સહિતના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું બૂકે આપીને સ્વાગત

અમદાવાદઃ 
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે 13માં પ્રવાસી ભારતીય દિવસને દીપ પ્રાગટ્ય કરીને ખૂલો મૂક્યો હતો. લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયો સંબોધતાં જણાવ્યું હતું કે, અત્યારે મોરેશિયસમાં ચૂંટણી થઈ અને મોટી બહુમતિ સાથે જીતેલા સૌકતઅલીનું સ્વાગત થયું. આફ્રિકાના વિદેશમંત્રી મશાબાનેનો ભારતપ્રેમ તેમના કપડામાં પણ જોઈ શકાય છે. સો વર્ષ પહેલા એક પ્રવાસી ભારતીય ભારત આવ્યા. એના વર્ષો બાદ એક પ્રવાસી ભારતીયોનું એક પ્રવાસી ભારતીય સ્વાગત કરે છે.

 
મોદીએ જણાવ્યું હતું કે, એક વાત મેં નોંધી છે કે ભારતમાં કોઈ પીડાદાયક ઘટના બને તો ભારતમાં કંઈક બન્યુ હોવાનુ જાણી દુનિયાના કોઈ પણ ખુણે વસનારા ભારતીયની આંખમાંથી આંસુ વહે છે. તેને એટલુ જ દર્દ થાય છે, જેટલુ ભારતમાં રહેનારાઓને થાય છે. મને યાદ છે જ્યારે ગુજરાતના કચ્છમાં ભુકંપ આવ્યો હતો. વિશ્વનો કોઈ ભારતીય એવો નહીં હોય જેણે ગુજરાતના આંસુ લુછવાનું કામ ન કર્યુ હોય. જ્યારે મંગલાયનની સફળતા મળી ત્યારે દુનિયાભરમાં વસતા હિન્દુસ્તાનીઓ નાચ્યા હતા. તેના માટે ગર્વની વાત હતી કે મારો દેશ પ્રગતિ કરે છે. જ્યારે હું મુખ્યમંત્રી પણ નહોતો ત્યારે વિશ્વમાં વસતા લોકોની તકલીફો સાંભળતો. હું વિદેશ પ્રવાસમાં હતો ત્યારે પણ એનઆરઆઈની તકલીફો સાંભળી. આજે હું ગર્વની સાથે તમને વિશ્વાસ આપુ છું કે અમે જે તમને કહ્યું હતું કે વચન પાળી બતાવ્યુ છે. અમે કીધુ હતું કે પીઆઈઓ કાર્ડ હોલ્ડરને આજીવન વિઝા મળશે. તે કામ થઈ ગયુ છે. હવે તમારે એમ્બેસીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. બીજી એક સમસ્યા હતી. જે શા માટે હતી તે મને નથી સમજાતુ. ભારત આવીને રહેતા પીઆઈઓ કાર્ડ હોલ્ડરને દર સપ્તાહે પોલીસ સ્ટેશન હાજરી આપવી પડતી હતી. આ સાંભળીને દુ:ખ થતુ. સત્તા પર આવી મેં એ નિયમ હટાવી દીધો છે.આજે ગર્વ સાથે તમને કહી શકુ છું કે પીઆઈઓ અને ઓસીઓ કાર્ડને મર્જ કરી દેવાયા છે. સૌને એક જ પ્રકારની સેવા મળશે. તમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી વિઝા ઓન અરાઈવલની સુવિધા શરૂ કરી દેવાઈ છે. એ જ રીતે ઈલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશનની સુવિધા પણ શરૂ કરી દેવાઈ છે.
 
કેટલાક લોકોને લાગે છે કે પ્રવાસી ભારતીયો સાથે આ મેળાપ અપેક્ષાઓ માટે છે. આ અપેક્ષાઓ માટે નથી પણ પોતાનાઓને મળવું એ જ એક મોટી તાકાત છે. હવે તો ત્યાં જન્મેલી યુવાપેઢી પણ આવા આયોજનોમાં સામેલ થાય છે. જેમના મનમાં કંઈક કરવાની ભાવના છે તેમના માટે ઘણુ છે. દરેક ચીજ પાઉન્ડ-ડોલરથી થાય તેવું માનવાની જરૂર નથી. મેં એવા લોકો જોયા છે. અમે ગુજરાતમાં ભુકંપ માટે કામ કરતા ત્યારે આફ્રિકાથી એક મુસ્લિમ છોકરી આવી હતી. તેના પિતા-માતાએ ક્યારેય ભારત નહોતુ જોયુ. તે ગુજરાત આવી અને મહિનાઓ સુધી કચ્છમાં કામ કર્યુ. આ તાકાતને સમજવાની જરૂર છે. આપણી પાસે જ્ઞાન, અનુભવ અને તાકાત છે.

આગળ વાંચોઃ મોદીને ગુયાનાના રાષ્ટ્રપતિ ભેટ્યા, આફ્રિકન વિદેશમંત્રીએ કહ્યું નમસ્તે, મોદીએ પોતાના ભાષણમાં શું શું કહ્યું(પાંચમી સ્લાઇડમાં જૂઓ કાર્યક્રમનો લાઈવ વીડિયો)
તસવીરોઃ ધવલ ભરવાડ, મૌલિક મહેતા
 

 

No comments:

Post a Comment