Translater

Thursday 8 January 2015

Ahmedabad news,

વૈશ્વિક નજરાણું 'દાંડી કૂટિર': લોકાર્પણ બાદ પ્રદર્શન નિહાળીને પ્રભાવિત PM

ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં સવારે પ્રવાસી ભારતીય દિવસના ઉદઘાનટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદીએ સોલ્ટ માઉન્ટ એટલે કે  દાંડી કૂટિરનું લોકાર્પણ કર્યું હતુ.ઉદઘાટન પછી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ પ્રદર્શન નિરાંતે નીહાળ્યા હતું. ગાંધીજીને અંજલિ આપતું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ મહાત્મા મંદિર ખાલે બનાવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાની તેમની સફળ લડત બાદ સ્વદેશ પાછા ફર્યા તે ઘટનાના 100 વર્ષની ઊજવણીરૂપે ખાસ ગુજરાતમાં મહાત્મા મંદિરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરાયું છે. 
 
ત્રણ માળનું સોલ્ટ માઉન્ટ
 
ગ્રાઉન્ડ ફ્લોર: ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી યુદ્ધના ધોરણે ભારત આવી બ્રિટિશર્સ દ્વારા ભારતીયો પર થતા દમન વિરુદ્ધ અવાજ ઉઠાવી આઝાદી મેળવવાના સમય સુધીની ગાથા 
દર્શાવવામાં આવી છે.
ફર્સ્ટ ફ્લોર :ગાંધીજીના દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અને ત્યાંથી પરત આવ્યા ત્યાં સુધીની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે.
સેકન્ડ ફ્લોર : ગાંધીજીનાં બાળપણનાં સંસ્મરણો એમણે વાપરેલી ચીજવસ્તુઓના મોડલ્સ દ્વારા બતાવવામાં આવ્યાં છે.

No comments:

Post a Comment